Home> India
Advertisement
Prev
Next

નવા સેના પ્રમુખે દેશવાસીઓને કહ્યું- 'ત્રણેય સેનાઓ પૂરેપૂરી તૈયાર, દેશ પર કોઈ આંચ આવવા દઈશું નહીં'

ભારતીય સેના (Indian Army) ના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે (General Manoj Mukund Naravane) એ આજે સવારે નેશનલ વોર મેમોરિયલ (National War Memorial) પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. આ અવસરે સેના પ્રમુખે સ્પષ્ટ રીતે ભારતના દુશ્મનોને સંદેશો આપતા કહ્યું કે અમે દેશવાસીઓને આશ્વાસન આપવા માંગીએ છીએ કે ત્રણેય સશસ્ત્ર સેનાઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. આપણા દેશને સુરક્ષિત રાખીશુ અને તેને કોઈ આંચ આવવા દઈશું નહીં. 

નવા સેના પ્રમુખે દેશવાસીઓને કહ્યું- 'ત્રણેય સેનાઓ પૂરેપૂરી તૈયાર, દેશ પર કોઈ આંચ આવવા દઈશું નહીં'

નવી દિલ્હી: ભારતીય સેના (Indian Army) ના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે (General Manoj Mukund Naravane) એ આજે સવારે નેશનલ વોર મેમોરિયલ (National War Memorial) પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. આ અવસરે સેના પ્રમુખે સ્પષ્ટ રીતે ભારતના દુશ્મનોને સંદેશો આપતા કહ્યું કે અમે દેશવાસીઓને આશ્વાસન આપવા માંગીએ છીએ કે ત્રણેય સશસ્ત્ર સેનાઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. આપણા દેશને સુરક્ષિત રાખીશુ અને તેને કોઈ આંચ આવવા દઈશું નહીં. 

જનરલ મનોજ મુકુંદ નરવણેએ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ આપી અને કહ્યું કે આજે એક નવું વર્ષ જ નહીં પરંતુ એક નવા દાયકાની શરૂઆત છે. અમને વિશ્વાસ છે કે દેશ ઉન્નતિ કરશે પરંતુ આ પ્રગતિ ત્યારે જ થઈ શકશે જ્યારે આપણી સરરહદો સુરક્ષિત હશે. ત્યારે તો અમે અમારું કામકાજ કરી શકીશું. 

આ VIDEO પણ ખાસ જુઓ...

જનરલ નરવણેએ કહ્યું કે થળ સેનાના જવાનો સરહદ પર તૈનાત અને સતર્ક છે. આવનારા સમયમાં અમે પડકારોની તૈયારીઓ કરતા રહીશું. થળ સેના યુદ્ધ અનુભવી છે અને ભવિષ્યમાં કોઈ પણ જોખમને ટાળવામાં સક્ષમ છે. ચીફ ઓફ આર્મી સ્ટાફ બનતા આનંદ છે. આ એક મોટી જવાબદારી છે. જે પણ જોખમો છે તેના પર અમે ધ્યાન આપતા રહીએ છીએ. આ એક સતત પ્રક્રિયા છે. ભવિષ્યમાં આવનારા પડકારો કયા છે તેના પર અમે ધ્યાન આપીએ છીએ અને તેને પહોંચી વળવા માટે પ્લાનિંગ કરતા રહીએ છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More